ભીલ સમાજપંચના નવા નિયમોનું પાલન કરતો ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામનો માવી પરિવાર.
પ્ર્તિનિધિ ગરબાડા
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં જ પાટાડુંગરી ખાતે યોજાયેલી ગરબાડા તાલુકાની ભીલ સમાજ પંચની બેઠકમાં ભીલ સમાજ પંચ દ્વારા ઘણા મહત્વના સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં દારૂ ડી.જે તથા દહેજ પર પ્રતિબંધ કરવામાં આવે છે અને ઘરેણામાં સોનુ અડધો તોલુ તથા 500 ગ્રામ ચાંદી તેમજ કંદોરો બગડી અને મા બાપ તરફથી ₹100 થી લઈને 1000 સુધી કન્યાદાન તેમજ ગામની પંચના ભાંગડીયા ના તથા દરેક પ્રકારના ધાપા અને મામેરા કાપડ જેવા અનેક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે જેને ધ્યાનમાં લઈને ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ખાતે માવી પરિવાર દ્વારા ભીલ સમાજ પંચના નવા નિયમોને શિરોમાન્ય લઈ ભીલ સમાજ પંચ ના નવા નિયમો પ્રમાણે લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જેમાં ભીલ સમાજ પંચ દ્વારા એક મહત્વનો પણ નિર્ણય લેવામાં આવે છે જેમાં એક પત્ની હોવા છતાં જો બીજી પત્ની લાવશે તો ભીલ સમાજ પંચ દ્વારા તેના વિરુદ્ધ 11 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે આમ આધુનિક યુગમાં ભીલ સમાજપંચ ના નવા સુધારાને શિરોમાન્ય કરતો ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામનો માવી પરિવાર