સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે આધુનિક ઔદ્યોગિક ટેકનોલોજીની પ્રસ્તુતિ અને નિદર્શન.
સિંધુ ઉદય
સરકારી ઈજનેરી કોલેજ , દાહોદ ખાતે આધુનિક ઔદ્યોગિક ટેકનોલોજીની પ્રસ્તુતિ અને નિદર્શન અંગે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શ્રી મનીષ જોશી, જનરલ મેનેજર, સાઇન્ટેક ટેકનોલોજી, ઈન્દોર, દ્વારા આધુનિક ઔદ્યોગિક ટેકનોલોજી વિષયે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે આધુનિક ટેકનોલોજી જેવી કે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦, સેન્સર નોડ અને પાવર સિસ્ટમ, વિગેરે વિષે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા ખૂબ સરળ સમજૂતી આપી. ત્યાર બાદ અલગ-અલગ જરૂરિયાત માટે ઉપલબ્ધ તકનીકી શિક્ષણ માટે ઉપયોગી વિવિધ પ્રેક્ટિસ કીટનું નિદર્શન કર્યું. આ કાર્યક્રમમાં સરકારી ઇજેનરી કોલેજના ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ તથા ૧૭ જેટલા અધ્યાપકોએ ભાગ લીધો હતો. ઇન્સ્ટીટ્યુટ ઇનોવેશન કાઉન્સિલ અંતર્ગત યોજાતી વિવિધ પ્રવૃત્તિ સબબ આ કાર્યક્રમનું આયોજન સદર કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડો. ડી. બી. જાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સરકારી ઈજનેરી કોલેજના કાર્યકારી આચાર્ય ડો. પી. બી. ટેલર તથા અન્ય અધ્યાપકગણે પણ ખૂબ રસ દાખવી હાજર રહેલ હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો. બી. એમ. પરમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.