ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી
નરેશ ગનવાણી બ્યુરોચિફ નડિયાદ
ખેડા જિલ્લાના મહુધા પાસે થી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા
હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નથી.બુધવારે ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ લઇને કાકરોલી રાજસ્થાન જઈ રહેલી બસમાં એકાએક આગ લાગી હતી આગ લાગતા બસ ચાલકે બસને રોડ પર ઊભી કરી દીધી હતી આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો અને ગામના લોકો દોડી આવ્યા હતાં અને તમામ મુસાફરો અને સામાન બસમાંથી સહિસલામ ઉતારવામાં મદદ કરી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી ઘટનાની જાણ થતાં મહુધા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. મોટી જાનહાનિ ટળી છે. આ બનાવમા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.