દાહોદ શહેરમાં આવેલ પંકજ સોસાયટી ખાતે અનેક સમસ્યાઓની ભરમાર : પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં

રિપોટર – નીલ ડોડીયાર – દાહોદ

દાહોદ શહેરમાં આવેલ વોર્ડ નંબર ૪માં સમાવિષ્ટ પંકજ સોસાયટી ખાતે અનેક સમસ્યાઓની ભરમારથી સ્થાનીક સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યાં છે

આ સોસાયટીમાં પીવાના પાણી માટે પણ કકડાળ થઈ રહ્યો છે. અનીયમીત મળી રહેલા પાવીના પાણીના કારણે પણ સ્થાનીક લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે બીજી તરફ કેટલીક ગલીઓમાં પાણીનો ફોર્સ પણ બરાબર ન આવતો હોવાની બુમો ઉઠવા પામી છે. આ વિસ્તારમાં ગુજરાત ગેસ પાઈપ લાઈન દ્વારા ગેસ પાઈપ લાઈન નાંખવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ મંથર ગતિએ ચાલતી આ કામગીરીને પગલે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખોદી નાંખવામાં આવતાં અને સમયસર હાલ સુધી પણ કામગીરી પુર્ણ કરવામાં ન આવતાં લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે આવી અનેક સમસ્યાઓથી આ સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યાં છે ત્યારે સમગ્ર મામલે સ્થાનીક રહીશો દ્વારા પાલિકાના સત્તાધિશોને અને કાઉન્સીલરોને અનેકવાર રજુઆતો કરવા છતાંય આ સોસાયટીની સમસ્યાઓનું આજદિન સુધી નિરાકરણ કરવામાં ન આવતાં રહીશોમાં ભારે આક્રોશ પણ જાેવા મળી રહ્યો છે.

દાહોદ શહેરના વોર્ડ નંબર ૦૪માં સમાવિષ્ઠ પંકજ સોસાયટીમાં આ સોસાયટીમાં સમસ્યાઓની ભરમાર હોવાથી સ્થાનીકો ત્રસ્થ થઈ ગયાં છે. કેટલીક ગળીઓમાં પાણીનો ફોર્સ આવતો નથી જેને પાણીઓની ટાંકી ભરાતી ન હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. રખડતા પશુઓ અને સાંઢ વચ્ચે રોજ સાંજે આ વિસ્તારમાં કોઈને કોઈ ગલીઓમાં યુધ્ધ થાય છે. ઘણા વાહનોને નુકાસન થઈ ચુક્યું છે. ઓટલે બેસતા સીનીયર સીટીઝને ફરજીયાત લાકડીઓ લઈ બેસવું પડે છે. ગુજરાત ગેસ પાઈપ લાઈન દ્વારા ગેસ લાઈનની પાઈપ લાઈનની કામગીરી ચાલુ છે. કેટલાંય દિવસોથી ખાડા ખોદીને મુકી રાખવામાં આવ્યાં છે અને કામગીરી પુર્ણ કરવામાં આવી નથી જેને કારણે કેટલાંય અકસ્માત થઈ ચુક્યાં છે. કેટલાંય બાળકો અને લોકોને ઈજાઓ થઈ ચુકી છે. જવાબદારોનો સંપર્ક કરવા છતાંય તેઓ કોઈનો ફોન પણ ઉપડાવાની તસ્દી લેતાં નથી. પંકજ સોસાયટીની બીજા નંબરની ગલીમાં ત્રણ જગ્યાએ પાણીની પાઈપ લાઈનમાં લીકેજ છે જેથી પાણી આવે ત્યારે આખા રોડ પર પાણી રેલાય છે જેની ફરિયાદ પાલિકાના જાડી જામડીના અધિકારીઓને કરવા છતાંય કોઈ નિરાકરણ આવતું નથી. નગરપાલિકાના ૦૪માંથી ૦૩ કાઉન્સીલર કેટલાંક મહિનાઓથી ફરક્યા નથી. ૪ પૈકીના કોઈ એક કાઉન્સીલર બોલાવવામાં આવે ત્યારે ફરિયાદોનો નિકાલ કરવા આવે છે પણ તેમના દ્વારા પણ કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અથવા તો પાલિકામાં તેમનું કોઈ સાંભળતું નથી તેમ લાગી રહ્યું છે. એક જગ્યાએ સ્ટ્રીક લાઈટ મુકાવાની વાત મહિનાઓ પહેલા થઈ હતી પણ આજે પણ કોઈ સ્ટ્રીટ લાઈટ મુકાઈ શકી નથી. આ સોસાયટી નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં સમાવિષ્ટ છે તેમ છતાંય દિવા તળે અંધારૂં હોય તેમ લાગી રહ્યું છે બીજા નંબરની ગળીમાં ભુગર્ભ ગટરના ઢાંકળા પણ તુટી ગયાં છે જેને પગલે અકસ્માતનો ભય પણ છે તેની ફરિયાદો કરવા છતાંય કોઈ નિરાકરણ આવતું નથી. આજ વોર્ડના સંમ્પન્ન વિસ્તારોમાં જ્યારે કોઈપણ સમસ્યા સર્જાઈ છે ત્યારે ગણતરીની મીનીટોમાં યુધ્ધના ધોરણે કામગીરી આરંભાઈ જાય છે પરંતુ પંકજ સોસાયટીમાં સમસ્યાઓનો રાફડો ફાટ્યો હોવા છતાંય આંખ આડા કાન કેમ કરવામાં આવે છે તે સંશોધનનો વિષય છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: