કડાણા તાલુકાના માલવણ આર્ટસ કોલેજ દ્વારા વ્યસન મુક્તિ મહા અભિયાનનો કાર્યક્રમ યોજાયો.માલવણમાં રેલી કાઢી ગામમાં વ્યસન રુપી રાક્ષસના પૂતળાનું દહન કરાયું.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલાક

G-20 અંતર્ગત કડાણા તાલુકાના માલવણ ખાતે તારીખ 22 ફેબ્રુઆરી-23 ને બુધવારના રોજ શ્રી એન.કે.મહેતા અને શ્રીમતી એમ.એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણ દ્વારા વ્યસનમુક્તિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.G-20 ના કો-ઓર્ડિનેટર ડૉ.નરેશ વણઝારા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,વ્યસન એ સમાજમાં દુષણ છે.અને એને દૂર કરવા માટે આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે.સમગ્ર માલવણ ગામમાં વ્યસનમુક્તિની રેલી કાઢવામાં આવી હતી.સાથે-સાથે માલવણ ગામમાં વ્યસન રૂપી રાક્ષસના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું.આ મહારેલીમાં કોલેજના આચાર્ય ડૉ.સી.એમ પટેલ તેમજ તમામ અધ્યાપકોએ સહકાર આપ્યો હતો. ખૂબ જ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ રેલીમાં ભાગ લીધો હતો.G-20ના કો.કોર્ડીનેટર ડૉ.સુનિલ સુથારે આ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: