મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સાથે ચાલુ કામગીરી દરમ્યાનર મારો કરી ગાડીના કાચ તોડી નાંખી નુકશાન પહોંચાડયુ.

રમેશ પટેલ

સીંગવડ તાલુકાના અનુપપુરા ગામે વીજ ચેકીંગમાં નીકળેલ મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ સાથે ચાલુ કામગીરી દરમ્યાન ગાળાગાળી તથા ઝપાઝપી કરી એમ.જી.વી.સી.એલની બોલેરો ગાડી પર પથ્થર મારો કરી ગાડીના કાચ તોડી નાંખી નુકશાન પહોંચાડી સરકારી કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશ ગુજરાત વીજ કંપની લીમખેડાની ટીમ જીજે-૩૪ ટી-૨૨૬૯ નંબરની બોલેરો ગાડી લઈ ગતરાતે નવેક વાગ્યાના સુમારે સીંગનવડ તાલુકાના અનુપપુરા ગામે વીજ ચેકીંગંમાં નીકળી હતી અને વીજ ચેકીંગની કામગીરી કરી રહી હતી તે વખતે લીમખેડા તાલુકાના મોટી વાસવાણી ગામના પ્રવેશભાઈ સબુરભાઈ નિનામાએ વીજ ચેકીંગની કામગીરી દરમ્યાન વીજ કર્મચારીઓની ટીમના માણસોને બેફામ બિભત્સ ગાળો બોલી ઝપાઝપી કરી હતી તથા વીજ કર્મઓની બોલેરો ગાડી પર પથ્થર મારો કરી ગાડીના કાચ તોડી નાંખી નુકશાન પહોંચાડી સરકારી કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી.
આ સંબંધે રંગોલી પાર્ક સોસાયટી ગોદીરોડ પર રહેતા ૫૫ વર્ષીય ગોવિંદસિંહ મંગળાભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે રંધીકપુર પોલિસે મોટી વાસવાણી ગામના પ્રવેશભાઈ સબુરભાઈ નિનામા વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૩૨, ૩૩૭, ૪૨૭, ૧૮૬ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: