કપડવંજમાં શિક્ષકે ઓનલાઇથી રૂ.૨૦ હજારનો મોબાઇલ ખરીદવો ભારે પડ્યો
નરેશ ગનવાણી બ્યુરોચિફ નડિયાદ
કપડવંજના એક શિક્ષકે ઓનલાઇન શોપિંગમાં મોબાઈલ ફોન ખરીદ્યો આ બાદ પાર્સલ ઘરે આવ્યો ત્યારે ચેક કરતાં જોયું તો બોક્સ જ નીકળ્યું મોબાઈલ ગાયબ હતો. સમગ્ર મામલે એમેઝોન કંપનીમાં કમ્પ્લેન કરતાં સંતોષ કારક જવાબ ન મળતાં અંતે પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો છે. કપડવંજ શહેરમાં માતાના ચોક પાસે તાપીની ખડકીમાં રહેતા જય રાજેશકુમાર ચોકસી જે ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ અવારનવાર પોતાના મોબાઈલ ફોનમા એમેઝોન એપ્લિકેશન મારફતે ઓનલાઇન નાની મોટી વસ્તુઓની શોપિંગ કરે છે. ૧૧મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ એમેઝોન એપ્લિકેશન મારફતે રૂપિયા ૧૯ હજાર ૯૯૯નો મોબાઈલની ખરીદી કરી હતી. જેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવી આપ્યું હતું અને બીજા દિવસે બપોરના પાર્સલ ઘરે આવ્યું હતું. તે સમયે જયભાઈ પોતે સ્કૂલમાં હોવાથી તેમના ઘરે તેમની માતાએ પાર્સલ રિસીવ કર્યું હતું. સ્કૂલેથી પરત આવ્યા બાદ જયભાઈએ સીલપેક કરેલ પાર્સલ ખોલી જોતા અંદરથી મોબાઇલનું બોક્સ તો નીકળ્યું પણ તે બોક્સમાં મોબાઈલ ફોન નહતું. જોકે, ફોનનું બિલ, ફોનનું કવર અને ચાર્જર નીકળ્યું હતું. આ પછી એમેઝોન કંપનીમાં કસ્ટમર કેર પર કંમ્લેન કરી હતી. જ્યાંથી તમારો મોબાઈલ ફોન અમારા સેલર તરફથી રવાના કરવામાં આવેલ હતો જેથી અમારા તરફથી કોઈ ચૂક થયેલ નથી તેવું જણાવ્યું હતું જોકે સંતોષકારક જવાબ ન મળતા અંતે શિક્ષક જયભાઈ ચોક્સીએ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.

