ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં 40વિદેશી સહજયોગી કલાકારો દ્વારા ભવ્ય ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો
પંકજ પંડિત ઝાલોદ
વિદેશી કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરાતા ભારતીયોને ગર્વ થાય તેઓ અલૌકિક પ્રોગ્રામ યોજાયો
લીમડી નગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પ્રોગ્રામને જોવા લોકો ઉમટી પડ્યા
ઝાલોદ તાલુકાના લીમડી નગર ખાતે માતાજી નિર્મલા દેવી ટ્રસ્ટ સહજીયોગ દ્વારા આયોજિત યોગધારા કાર્યક્રમ ગુરૂવાર સાંજે શ્રી બીપી અગ્રવાલ હાઇસ્કુલ લીમડી ખાતે આવેલા 40 વિદેશી કલાકારો દ્વારા યોગનો પ્રકાશ બતાવવાનો ઉદ્દેશ સાથે ભવ્ય ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદેશી કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ,દાહોદ નગરપાલિકા પ્રમુખના રીના બેન પંચાલ , શ્રદ્ધાબેન ,નરેન્દ્રભાઈ સોની લલીતભાઈ ભુરીયા તથા અગ્રણીઓ એ ઉપસ્થિતિ આપી હતી.40 વિદેશી કલાકારો દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત વાદ્ય સંગીત તથા શાસ્ત્રીય નૃત્ય દ્વારા યોગ અને ધ્યાન સાથે સાક્ષતકારનો અનુભવ કરાવ્યો હતો અને લીમડી લીટર માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલના બાળકો દ્વારા સ્વાગતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ વિદેશી સાધકો ભારત પ્રવાસ દરમિયાન 22 માર્ચ સુધી દેશના વિવિધ 13 રાજ્યોમાં યોગધારા કાર્યક્રમના માધ્યમથી યોગ પ્રચાર કરશે.આ સાધકો ઈટલી,જર્મની,કેનેડા, રોમાનિયા , હંગેરી, તાઇવાન, ઓસ્ટ્રિયા, યુકે, લંડન ,ફ્રાંસ ,આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેધરલેન્ડ ,દક્ષિણ આફ્રિકા વગેરેમાંથી ભારત પહોંચ્યા હતા. લીમડી ખાતે યોગધારા કાર્યક્રમમાં પુષ્કળ પ્રમાણમાં લોકોનો સાથ અને સહયોગ મળ્યો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા સહજ્યોગ પરિવાર લીમડી દ્વારા તમામ મહેમાનોને આભાર વ્યક્ત કર્યો હતો.