સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – ૨૦૨૩” અંતર્ગત દાહોદના તમામ તાલુકાઓમાં સ્વચ્છતા અભિયાન

સિંધુ ઉદય

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – ૨૦૨૩” અંતર્ગત દાહોદના તમામ તાલુકાઓમાં સ્વચ્છતા અભિયાન

દાહોદ, તા. ૨૪ :

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના ફેઝ-ર તેમજ ” સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ – ૨૦૨૩ ” અંતર્ગત દાહોદ જીલ્લાના તમામ તાલુકાઓમાં આઈઈસી પ્રચાર – પ્રસાર થકી વધુમાં વધુ લોકોને જાગૃત કરી શકાય એ માટે ભવાઈ તથા નાટકની કામગીરી કરવામાં આવી રહી છે. જેના થકી લોકો યોજના વિશેની માહિતી અસરકારક અને રસપ્રદ રીતે મેળવી રહ્યાં છે.ગામમાં વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય સિવાય અન્ય કઈ કામગીરી કરાવી શકાય અને તેનો લાભ કેવી રીતે મળી શકે તે માટે ઘન તથા પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ કરવા ઘરે ઘરે વ્યક્તિગત શોક પીટ, કમ્પોસ્ટ પીટ તથા સામુહિક શોક પીટ, સામુહિક કમ્પોસ્ટ પીટ બનાવવામાં આવ્યા છે. જેમાં સુકા કચરા અને ભીના કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય જે માટેની સમજણ લોકોને પૂરી પાડવામાં આવી રહી છે.તેમજ દરેક ગામોમાં ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ ૧૦૦% કરાવડાવી ગામને ODF PLUS MODEL બનાવવા માટે ગામના લોકોને સમજણ આપવામાં આવી. તેમજ અન્ય યોજનાકીય કામગીરી જેવી કે – ગોબરધન પ્રોજેક્ટ પણ હાલ લીમખેડા તાલુકામાં કાર્યરત છે. જેમાં ૨૦૦ જેટલા લાભાર્થીઓને યોજના થકી આ લાભ મળ્યો છે. અન્ય તાલુકામાં ભવાઈ અને નાટક દ્વારા લોકો સુધી આ યોજનાઓની માહિતી પહોચાડવામાં આવી રહી છે. જે ભવાઇ ગામડી ભાષામાં કરવામાં આવતી હોય લોકો સુઘી યોજનાનો સંદેશ ઝડપથી અને સરળતાથી પહોચાડી શકાય છે. ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: