ખેડા માં પરણીતાએ પોતાના પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
ખેડા પંથકમાં ટૂંકા લગ્ન જીવનમાં તકરાર ઊભી થતાં મામલો ગરમાયો છે.પતિએ સળીયથી પત્ની પર હુમલો કરવા જતાં તેણીની જમીન પર પટકાતાઈજાઓ પહોંચી હતી. આ બનાવ મામલે ખેડા ટાઉન પોલીસમાં પરણીતાએ પોતાના પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે.ખેડા તાલુકાના ગામે રહેતી ૨૨ વર્ષિય પરણીતાના ફક્ત એક વર્ષના ટૂંકા લગ્ન જીવનમાં સાસરીના લોકો પરણીતાને ત્રાસ આપતા હતા. જેના કારણે અગાઉ આ મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જોકે તે સમયે સમાજના આગેવાનોએ સમાધાન કરાવતા મામલો ઠંડો પડી ગયો હતો. ત્યારબાદ પરત પરણીતા પોતાની સાસરીમાં ગઈ હતી. આ બાદ ગતરોજ પરણીતા સાસરીમાં હતી. તે દરમિયાન ઘરમાં તીજોરીનો દરવાજો ખુલ્લો હતો તેમાં મુકેલ તેણીની વસ્તુઓ નહી જણાતાં આ બાબતે પરણીતાએ નણંદને જણાવતાં નણંદે ઉશ્કેરાઈ જઈને ઝઘડો કર્યો હતો. આ બાદ તેણીના પતિએ પોતાના બહેનનું ઉપરાણું લઈ આવી પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. અને બંને ભેગા થઈને પરણીતાને ગડદાપાટુનો માર માર્યો હતો વધુ આક્રોશમાં આવેલા પતિએ નજીક પડેલો સળીયો લઈને મારવા જતાં પરણીતા જમીન પર પડતાં કમરના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ પરણીતા ત્યાંથી નીકળી પોતાના માતા, પિતા મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. સારવાર બાદ રજા આપતા સમગ્ર મામલે પીડીતાએ ખેડા ટાઉન પોલીસમાં પોતાના પતિ અને નણંદસામે કરિયાદ નોંધાવી છે.