નડિયાદમાં ટ્રાયલ ના બહાને કાર લઈને ભાગી જનાર ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદમાં વેચાણ અર્થે મૂકેલ મારૂતી ફ્રન્ટી કારની ગઠિયાએ ટ્રાયલ ડ્રાઈવના બહાના હેઠળ લઈ ભાગી ગયો હતો જેને પોલીસે નડિયાદ જલારામ મંદિર નજીકથી પકડી
પાડીને કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલ પાછળ કર્મવીર સોસાયટીમાં રહેતા સુનિલકુમાર રાવજીભાઈ પટેલ ખેતીકામ સાથે સંકળાયેલા છે. તેઓએ વર્ષ ૨૦૨૨ની સાલમાં પોતાના મિત્ર પાસેથી મારૂતિ ફ્રન્ટી ૮૦૦ કાર લીધી હતી. સુનિલભાઈ પટેલને થોડા સમયમાં વિદેશ જવાનું હોય કાર વેચાણ માટે મૂકી હતી. ગત પહેલી ફેબ્રુઆરીના રોજ એક ઈસમ સુનિલભાઈના ઘરે આવ્યો હતો અને પોતાની ઓળખાણ સાઉદીના મોદીન સૈયદ (રહે. તા.ઠાસરા) હોવાનું જણાવ્યું હતું, કાર વેચાણ રાખવાની છે તેમ કહીને ટ્રાયલ મારવાના બહાને કાર લઈને ભાગી ગયો હતો. આ અંગે નડિયાદ પોલીસમાં સુનિલભાઈએ તેઓની ઉપર ફરિયાદ નોંધાતા પોલીસે આ ઇસમને કાર સાથે નડિયાદ જલારામ મંદિર પાસેથી પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


