ફતેપુરા માં ઝાલોદ થી ફતેપુરા આવતી એસ.ટી બસમાં બસનું વાયરીંગ સળગતા ડ્રાઇવરને જાણ થતાં મોટી દુર્ઘટના થતા ટળી.

રિપોટર.પ્રવીણ કલાલ ફતેપુરા

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા માં ઝાલોદ થી ફતેપુરા આવતી એસ.ટી બસમાં બલૈયા ચોકડી ઉપર અચાનક જ બસ નું વાયરીંગ સળગી ઊઠ્યું હતું કંઈક સળગે છે તેવો અહેસાસ થતાં ડ્રાઇવર એ સમય સૂચકતા દાખવીને બસને સાઈડમાં ઊભી રાખીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો

ઝાલોદ થી ફતેપુરા આવતી એસટી બસ નું વાયરીંગ સળગતા ડ્રાઇવર ને કંઈક સળગે છે તેવી ગંધ આવતા ડ્રાઇવર બસને બલૈયા ચોકડીના ઢાળ ઉપર ચઢાવીને બાજુમાં ઊભી રાખીને જોતા બસનું વાયરીંગ સળગતા આજે બાજુથી લોકો દોડી આવ્યા હતા બસમાં બેઠેલા મુસાફરો પણ બસમાં આગ લાગતા થોડીવાર માટે નાસ ભાંગ થવા પામી હતી

ત્યાંની આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમજ બસનાં ડ્રાઇવર કંડકટરે બસનાં વાયરીંગ માં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયો હતો જોકે આગ લાગવાથી એક પણ મુસાફર ને કોઈપણ પ્રકારની ઈજા થવા પામેલ ન હતી પરંતુ આગ કેમ લાગી અને કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: