નડિયાદ પાસે નેશનલ નં.૮ પર ટ્રેલર ટ્રકમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ હતી
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ પાસેના ડભાણ ગામની સીમમાં હાઈવે પરથી પસાર થતાં ટ્રેલર ટ્રકના કેબિનમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. વાહન ચાલક તેમજ ક્લીનરનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણનડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયરબ્રિગેડના ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી મોટી જાનહાની થતાઅટકાવી છે.નડિયાદના ડભાણ બ્રીજ પર નેશનલ હાઇવે નંબર ૮ પર ૧૮ વ્હિલ વાળા ટ્રેલરની કેબીનમા અચાનક આગ લાગી હતી. ડ્રાઈવરે સમય સૂચકતા વાહનને રોડ પરજ ઉભું રાખી ક્લીનર સાથે વાહનમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાનિ થતાં ટળી છે. આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતાં ફાયર વિભાગનાકર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાહતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યાહતા. ઘટનાની જાણ નડિયાદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હાઇવે પર થોડા સમય માટે બંધ કરી વડોદરા તરફ જતા વાહનોને ડાઇવર્ટ કર્યા હતાં. આ આગની ઘટનામાં ટ્રેલરનુ કેબીન બળીને ખાખ થઇ ગયું હતું.મળતી માહિતી મુજબ ટ્રેલર બારજડીથી નડિયાદ તરફ આવી રહ્યું હતું તે દરમિયાન ડભાણ બ્રિજ પર ઘટના બની હતી. ટ્રેલરમા કાઉન્ટ વેટ મશીન લઇને જઈ રહ્યું હતું, જે હાલ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામચાલી રહ્યું છે તેના ઉપયોગ માટે આ મશીનને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઈટ પર લઈ જવામાં આવી રહ્યું હતું. જોકે, આ આગની ઘટનામાં કાઉન્ટ વેટ મશીનને કોઈ જ નુકસાન થયું નથી