લીમખેડા ડીવાયએસપીની ડિટેક્શન ટીમે બાતમીના આધારે ઘરફોડ તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી
દાહોદ તા.૨૮
રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનાર બે ઘરફોડ તસ્કરોને દાહોદના વડવા ગામેથી લીમખેડા ડીવાયએસપીની ડિટેક્શન ટીમે બાતમીના આધારે ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે ઉપરોક્ત પકડાયેલા બન્ને ઘરફોડ તસ્કરોની ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરી બન્ને દ્વારા અગાઉ કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવેલ છે તેમાં પોલીસ જોતરાઇ ગઇ હોવાનું જાણવા મળેલ છે. પોલીસે બંન્ને આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા ૨,૩૫,૦૦૦ તેમજ મોટરસાઈકલો મળી કુલ રૂ.૨,૪૮,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યાેનું જાણવા મળે છે. રાજ્યના સુરત શહેર તથા પુર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લાના અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ,ગોધરા નાઓની માર્ગદર્શન અન્વયે મહે.પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ તથા પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડા સાહેબ નાઓની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ર્ડા.કાનન દેસાઈ લીમખેડા મળેલ બાતમીના આધારે જીલ્લાના જેસાવાડા વિસ્તારના વડવા ગામના નિશાળ ફળીયાનો વાઘજી કીકા ભાભોર તથા તળાવ ફળીયાનો હીમસીંગ નબળા માવી એમ બંને જણા દાહોદના વડવાથી એક સફેદ કલરનું નંબર વગરનું ટીવીએસ અપાચી મોટર સાયકલ લઇને ધાનપુર થઈને દે.બારીયામાં સાગનું લાકડું ખરીદવામાં આવનાર છે, તેવી બાતમીના આઘારે પોલીસે ધાનપુરના વડવા ગામે ચોકડી ઉપર હકીકતવાળી મોટર સાયકલ આવતાં તેને સ્થળ ઉપર સાથેના પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી પુછપરછ કરતાં તેઓએ તેમના સાગરીતોએ મળીને સુરત શહેર તેમજ પુર્વ – કચ્છ, ગાંધીઘામ જીલ્લા ખાતે ઘરફોડ ચોરીની કબુલાત કરતા પોલીસે બન્ને વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૨,૩૫,૦૦૦ તથા મોટરસાઈકલોની કિંમત રૂ.૧,૩,૯૦૦ મળી કુલ રૂ.૨,૪૮,૯૦૦ ના મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
——————————————–