મકાઇની કડબખાઇ ગયેલા અન્યના બળદને માથામાં કુહાડીની મુદર મારી મોતને ઘાટ ઉતાર્યા

દાહોદ તા.૧૯
ગરબાડા તાલુકાના સાહડા ગામે પોતાની મકાઇની કડબખાઇ ગયેલા અન્યના બળદને માથામાં કુહાડીની મુદર મારી મોતને ઘાટ ઉતાર્યાનો બનેલ બનાવ પોલિસ દફતરે નોંધાયાનું જાણવા મળેલ છે.
ગરબાડા તાલુકાના સાહડા ગામના કાચલા ફળીયામાં ગુલીબેન કલસીંગભાઇ વેસ્તાભાઇ ભાભોર પરમ દિવસે ખેતરમાંથી પોતાના બળદને લઇ ઘર તરફ આવી રહયા હતા તે દરમ્યાન રસ્તામાં તે બળદો પૈકીનો ભુરા રંગના બળદને ગળામાં બાંધેલું દોરડુ લઇ ગુલીબેન ભાભોરના હાથમાંથી છુટ્ટી જતાં બળદ ભાગ્યો હતો અને વાલચંદભાઇ કેશુભાઇ ભાભોરની મકાઇની કડબ ખાઇ ગયો હતો
આભાર – નિહારીકા રવિયા  જેથી વાલચંદભાઇ કેશુભાઇ ભાભોર એકદમ ઉશ્કોરાયો હતો અને ગુલીબેનને બેફામ બિભત્સ ગાળો બોલી તેના હાથમાંની કુહાડીની મુંદર ભુરા રંગના બળદના માથામાં મારી દેતાં બળદ ત્યાંજ ફસડાઇ પડયો હતો અને બળદનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે ગુલીબેન કલસીંગભાઇ વેસ્તાભાઇ ભાભોરે ગરબાડા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!