માતર પાસે સોખડા ગામેથી ગાડીમાં વિદેશી દારૂ લઇ જતાં ઇસમને પોલીસે ઝડપી પાડયો
નરેશ ગનવાણી બ્યૂરોચીફ – નડિયાદ
માતર પાસે સોખડા ગામેથી ગાડીમાં વિદેશી દારૂ લઇ જતાં ઇસમને પોલીસે ઝડપી પાડયો
પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા તથા પો.સ.ઇ એમ.જે.બારોટ એલ.સી.બી. નડીયાદ સ્ટાફ સાથે માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે એક સીલ્વર કલરની મારૂતી સ્વીફ્ટ ડીઝાયર ગાડી મા વિદેશી દારૂ ભરી અમદાવાદ, અસલાલી થઇ માતર હાઇવે થઇ વડતાલ તરફ જનાર છે. જે બાતમી આધારે ખોડીયાર ચોકડી બ્રીજ ઉપર વોચમાં ઉભા હતા દરમ્યાન એક સ્વીફ્ટ ડીઝાયર ગાડી આવતા ગાડીના ચાલકને સ્વીફ્ટ ગાડી રોકવા હાથથી ઇશારો કરતા ગાડીના ચાલકે સ્વીફ્ટ ડીઝાયર ઉભી રાખી નહીં તેને પોતાની ગાડીને સોખડા ગામના બ્રીજ નીચે સર્વીસ રોડ ઉપર ઉતારેલ અને સખોડા ગામના બ્રીજ નીચે થઇ પાછી ને.હા.૪૮ ઉપર ચઢાવી અમદાવાદ તરફ જવાના રસ્તે ભગાડી તેમજ થોડે આગળ જતા ને.હા.૪૮ ઉપરથી ડાબી બાજુ વળી સોખડા ગામના ઘોડી વિસ્તાર તરફ આગળ જતા જોપડા મહારાજની સામે રસ્તો પુરો થતા ચાલક તથા બીજો ઇસમ ગાડી મુકી અંધારોનો લાભ લઇ નાશી ગયેલ તેમજ ગાડીમાં પાછળની શીટમાં બેઠેલ ઇસમ દિનેશકુમાર મદારામ સોનારામ કાસનમીયા (જાટ) રહે.ગામ-દેવડા, રાજસ્થાન પોતાની
સ્વીફ્ટ ગાડી નંબર- GJ-18-BE-1723 (ઓરીજનલ નંબર GJ-23-BL-0706) કિ.રૂ.૩ લાખ મા વગર પાસ પરમીટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૬૯૫ જેની કુલ કિં.રૂા.૧ લાખ ૧૭ હજાર ૧૦૦ નો તથા આરોપીની પાસે મળી આવેલ મોબાઇલ ફોન સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ.૪ લાખ ૨૨ હજાર ૧૦૦ મળી આવતા પકડાયેલ ઇસમ (૧)દિનેશકુમાર મદારામ સોનારામ કાસનમીયા (જાટ) રહે.ગામ-દેવડા, (રાજસ્થાન) તથા (૨)નારાયણરામ બાંગડવા (જાટ) રહે.રાજસ્થાન (3) હનુમાન બિશ્નોઇ રહે.જોધારામ સીયાગ (જાટ) રહે.રાજસ્થાન (૪) ડાલુરામ જોધારામ (જાટ) રહે.રાજસ્થાન વાળો તેમજ તપાસમાં નીકળે તે તમામ ઇસમો વિરુધ્ધ માતર પોલીસ સ્ટેશને પ્રોહિ ધારા મુજબ હેડ.કો.મહાવીરસિંહ કાળુભા નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે.