નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના NSS ના વિદ્યાર્થીઓ એ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવનની મુલાકાત લીધી.
સિંધુ ઉદય
આજ રોજ બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન દાહોદ ખાતે નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ના NSS ના વિદ્યાર્થીઓ દ્વારા બિરસા મુંડા આદિવાસી સમાજ ભવનની મુલાકાત લીધી હતી. જેમાં બિરસા મુંડા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ના ઉપપ્રમુખશ્રી.નયનભાઈ ખપેડ અને સહમંત્રીશ્રી.રાજેશભાઈ ભાભોર તેમજ બિરસા મેનેજમેન્ટ ટીમના સભ્યશ્રી. રોહિતભાઈ ભુરિયા દ્વારા બિરસા મુંડા ભવન નો ઉદેસ્ય,બિરસા મુંડા ભવનમાં થતી પ્રવૃતિઓ,સામાજિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ,ઔદ્યોગિક ક્રાતિ, રોજગાર લક્ષી તેમજ રક્તદાન અવરનેશ વ્યસન મુક્તિ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..





