લીમડી જીવન જ્યોત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી.

પંકજ પંડિત ઝાલોદ

વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન જ્યોત વિદ્યાલય માં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળાના આચાર્યશ્રીએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, વિજ્ઞાનની મદદથી માનવી અનેક અવનવી શોધ કરીને માનવ જીવનને વધુ સરળ બનાવ્યું છે આજે વિજ્ઞાનના કારણે આપણે અવનવી ટેકનોલોજી ની શોધ કરી છે કદાચ આપણને તો ખ્યાલ જ નહીં હોય કે આપણા રોજબરોજના ઉપયોગમાં લેવાતી કેટલી ટેકનોલોજી કે વસ્તુઓ વિજ્ઞાનને જ આભારી છે એટલું જ નહીં આના દ્વારા આપણે અશક્ય વસ્તુઓને શક્ય બનાવવા પણ સફળ થઈ રહ્યા છે ભારતે પણ વિજ્ઞાન ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું છે ભારતની ધરતી પર અનેક મહાન વૈજ્ઞાનિક જન્મ લીધો છે એના મહાન વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્ન અને શોધોના કારણે જ ભારતે સમગ્ર વિશ્વમાં વિજ્ઞાન ક્ષેત્રે એક આગવુ સ્થાન હાસિલ કર્યું છે. અને તે પછી શાળામાં વિદ્યાર્થી દ્વારા વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સર સી વી રામનના વિજ્ઞાનની શોધમાં અંતર્ગત સમગ્ર ભારતમાં ઉજવાય રહેલા વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના પટાંગણમાં વૈજ્ઞાનિક રોચક વાતો પ્રયોગ અને મોડેલ નિદર્શન સાથે ઉજવણી કરવામાં આવી હતી અને આ તકે શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રીઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સરસ મજાના વિજ્ઞાનના પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો હેતું તો વિદ્યાર્થીમાં વિજ્ઞાન પ્રત્યેના આકર્ષણ જન્મે તે હતો આ તકે શાળાના ટ્રસ્ટીશ્રી અમિતભાઈ દેવડા સાહેબ લીમડી સી આર સી શ્રી વળવાઈ સાહેબ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય ભાભોર સાહેબ કેજી વિભાગના આચાર્ય રીટાબેન તથા વહીવટી અધિકારી શ્રી પટેલ ઇશ્વરભાઇએ પણ આજના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નું મહત્વ સમજાવતા કહ્યું અને શાળાના સમગ્ર બાળક વિદ્યાર્થી ભાઈ બહેન તથા વાલી શ્રીઓએ નિર્દેશન નિહાળી ખુશ થયા હતા. અને વાલીઓ શાળા ને સંદેશ આપતા જણાવ્યું હતું કે શાળામાં સરસ મજાના આવા અવનવા કાર્યક્રમ અવારનવાર થાય અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેલાવવામાં આવે છે તેવા હેતુઓ સિદ્ધ થાય તેવુ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: