વરોડ પ્રાથમિક શાળા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત ઝાલોદ
આજરોજ વરોડ પ્રાથમિક શાળા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદમાં 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી.જેના માનમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે એવા ડૉ.સી.વી.રામન સર ને યાદ કરવામાં આવ્યા.તથા તેમની શોધ ‘રામન અસર’ વિશે માહિતી આપવામાં આવી. શાળાના ધોરણ 6 થી 8 ના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો સૌપ્રથમ બાળકો એ મહાન વૈજ્ઞાનિકોએ કરેલી શોધ વિશે પ્રાર્થના સભામાં પરિચય આપ્યો. ત્યારબાદ વિજ્ઞાન રૂમમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા જાતે જુદા જુદા પ્રયોગો કરવામાં આવ્યા સાથે સાથે સી.આર.સી.કો. ઓ. સીમલખેડી દ્વારા યોજાયેલ ઓનલાઇન સાયન્સ ક્વિઝમાં પણ ભાગ લીધો જેમાં ક્લસ્ટર માં પ્રથમ સ્થાન મેળવ્યું .અને શાળાના ધોરણ 6 થી 8 ના બાળકોને જુદા જુદા પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું તેમજ મહાન વૈજ્ઞાનિકોની શોધો વિશે માહિતી આપવામાં આવી.