ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંન્કના ચેરમેન પદેથી વિપુલભાઈ પટેલનું સ્વૈચ્છિક રાજીનામું

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

વિપુલભાઈ પટેલ અમુલ ડેરીના ચેરમેન પદે ચૂંટાઈ આવતા અગાઉ તેમણે ખેડા જીલ્લા ભારતીય જનતા પક્ષના પ્રમુખ પદેથી પોતાનું સ્વૈચ્છિક રાજુનામુ આપ્યુ હતું.ત્યાર બાદ આજે તેમને સહકારી સંસ્થાઓ અને બેન્કીંગ પ્રક્રીયાઓમા જીલ્લાની અગ્રેસર ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચે૨મેન પદેથી પણ પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ છે. વિપુલભાઈ પટેલએ પોતાનું રાજીનામુ કે.ડી.સી.સી બેન્કના બોર્ડ ઓફ ડીરેકટ૨ર્સ તથા ખેઠા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટને મોકલી આપ્યું છે.જે સ્વીકા૨ી લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલભાઈ પટેલએ ગત તા. ૪ માર્ચ ૨૦૨૨ થી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકા૨ી બેન્કના ચે૨મેન પદનો કાર્યભા૨ સંભાળ્યો હતો.તેમણે સહકા૨ના માધ્યમથી સેવાનું સુત્ર સાર્થક ઠરે તેવા પ્રયત્ન સતત કર્યા છે.એકાદ વર્ષના ટુકાગાળામાં વિપુલભાઈ પટેલએ બેન્કના સંચાલક મંડળના સૌવ સભ્યો સાથે મળી ઉત્તરોતર પ્રગતીના આયામ સ૨ ક૨ી બેન્કના વાર્ષિક આવકના કુલ સ્ત્રોત મળીને વધુ રૂપિયા ૪ કરોડ ઉપ૨ાંતની આવકમાં વધારો કર્યો છે.બેન્કના ગોલ્ડ લોન ધિરાણ, ખેતી વિષયક ધિરાણ,વાહન લોન,પર્સનલ લોન વગેરે ક્ષેત્રે બેન્ક ધ્વારા ધિરાણની પ્રવૃતીને વેગ આપ્યો હતો. બેન્કની ડીપોજીટમાં રૂપિયા ૧૧૦ કરોડ ઉપરાંત વધારો થતા બેન્કના નેટ વર્થમાં પણ રૂપિયા ૨૩.૮૩ કરોડનો વધારો થયો છે.ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટ સહિત સંગઠને કે.ડી.સી.સી બેન્કના ચેરમેન પદે વિપુલભાઈ પટેલએ ક૨ીલી કામગીરીને બીરદાવી હતી.કેન્દ્રીય સહકારીતા વિભાગના મંત્રી અમિતભાઈ શાહના કાર્યોથી સહકારી ક્ષેત્રના વિકાસના ફળો જન સામાન્ય સુધી પહોચે તેવા પ્રયત્નો પણ અમુલના માધ્યમથી વિપુલભાઈ પટેલ ઘ્વારા હાથ ધરાશે.અમુલ ડેરીના ચેરમેન પદની વિપુલભાઈ પટેલે જવાદારી સંભાળતા આવનારા દિવસોમાં કૃત્રિ અને પશુપાલન ક્ષેત્રે ખેડુતો અને પશુપાલકોનો સર્વાંગી વિકાસ થશે.અમુલ તેની પ્રગતીના નવા કિર્તીમાન સ૨ ક૨શે. તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!