ધાનપુર તાલુકાના નાની મલુ ગામ ખાતે મકાનમાં આગ લાગતા ઘરવખરી નો સામાન તેમજ માલ સામાન બળીને ખાખ.
પ્રતિનિધિ ગરબાડા
ધાનપુર તાલુકાના નાની મલુ ગામ ખાતે મકાનમાં અગમ્યો કારણોસર આગ લગતા ઘરવખરી નો સામાન તેમજ માલ સામાન બળીને ખાખ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાની મલ્લુ ગામ ખાતે કોટવાળ ફળિયામાં રહેતા વહુનિયા સબુરભાઈ સવજીભાઈ ના મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘર તેમજ ઘર વગરનો સામાન ભરીને રાખ થઈ ગયું હતું ઘરમાં આગ લાગતા આજુબાજુના રહીશો તેમ જ ગામ લોકો દોડી આવ્યા હતા આગને ઓલવવા માટે ગામ લોકો દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો મકાનમાં આગ લાગતા મકાનમાં રહેલી બે બાઈકો તેમજ 11 નંગ બકરા ઘરના ૧૪ હજાર નંગ નળિયા તેમજ 70 મણ અનાજ અને પાણીની સિંચાઈની પાઇપો 30 નંગ સહિત કપડા અને ખેતીના ઓજારો બળીને રાખ થઈ ગયા ઘટનાની જાણ અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંચ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગ લાગવાની ઘટનામાં ઘર માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું