ઝાલોદ તાલુકાના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં તળાવો ભરવા માટે રજૂઆત કરવામાં આવી
પંકજ પંડિત ઝાલોદ
કેટલા તળાવ ભરાયા અને બાકીના તળાવોમાં પાણી ક્યારે ભરાશે તે વિશે માહિતી માંગી
ઝાલોદ તાલુકા વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા આગામી સમયમાં પાણીની જારીયાતને લઈને તાલુકામાં પાણીની જરૂરીયાતને લઈ ચિંતા કરતા ગુજરાત સરકાર દ્વારા કેટલા તળાવો ભરવામાં આવ્યા અને કેટલા તળાવો ભરવાના બાકી છે અને બાકી તળાવ કેટલા સમયમાં ભરાઈ જશે તે અંગે વિધાનસભામાં રજૂઆત કરી માહિતી માંગી હતી. તે અંગે રાજ્યમંત્રી મૂકેશ પટેલ દ્વારા માહિતી આપવામાં આવેલ હતી તેમજ ધારાસભ્ય મહેશ ભૂરિયાને રૂબરૂ મળવા બોલાવી તાલુકાના તળાવોમાં પાણી ભરવાને આયોજનમાં લેવા બાંહેધરી આપી હતી.