ઝાલોદ નગરના શ્યામ ભક્તો ફાગ ઉત્સવ નિમિત્તે ખાટું શ્યામ મંદીર ( શિખર ,રાજ ) પહોંચ્યા
પંકજ પંડિત ઝાલોદ
બાબા શ્યામના દર્શન કરવા મોટા પ્રમાણમાં લોકો ખાટું પહોંચ્યા
ઝાલોદ નગરના શ્યામ ભક્તો કળિયુગમાં સાક્ષાત દેવ તરીકે પૂજાતા એવા શ્યામ બાબાના ફાગ ઉત્સવ નિમિત્તે દર્શન કરવા મોટા પ્રમાણમાં રાજસ્થાનના ખાટું મુકામે પહોંચેલ છે. તારીખ 22 જાન્યુઆરી 3 માર્ચ સુધી ખાટું ખાતે ફાગ ઉત્સવ નિમિત્તે લાખોની સંખ્યામાં દર્શન કરવા લોકો ત્યાં પહોંચી રહેલ છે. લાખો લોકો ચાલતા બાબા શ્યામ નું નિશાન લઈ ભજન કીર્તન કરતાં ત્યાં દર્શન કરવા પહોંચી રહેલ છે. ઝાલોદ નગરમાં રહેતા શ્યામ ભક્તો પણ મોટા પ્રમાણમાં ખાટું ખાતે દર્શન કરવા બાબા શ્યામનું નિશાન હાથમાં લઈ યાત્રા કરી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમજ ફાગ ઉત્સવ નિમિત્તે બાબા શ્યામના ભક્તો ડગલે ને પગલે લોકોની સેવા પણ કરતા જોવા મળી રહેલ છે તેમજ મોટા પ્રમાણમાં મહાપ્રસાદની વ્યવસ્થાઓ પણ ડગલે ને પગલે જોવા મળી રહી છે. ઝાલોદ નગરના કેટલાક ભક્તો પણ ખાટું ખાતે સેવામાં લાગેલા જોવા મળી રહેલ છે. તેમજ બાબા શ્યામના દર્શન કરી પોતાને ધન્ય માની બાબા શ્યામના આશીર્વાદ મેળવી રહ્યા છે.