નડિયાદ પાસે કણજરીમા સીમેન્ટની વસ્તુઓ બનાવતી કંપનીમાં તસ્કરો ચોરી કરી ફરાર

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ તાલુકાના કણજરી ગામમાં હાઈવેની ચોકડી નજીક શ્રીજી સીમેન્ટ પ્રોડક્ટ નામની કંપની આવેલી છે. હોળી ધુળેટીનો તહેવાર હોવાથી અને મહિનો પુરો થતો હોવાથી  મનીષભાઈ હસમુખભાઈ શાહ રહે.આણંદ એ પોતાના કંપનીમા કામ કરતા મજુરો અને કર્મચારીઓને પગાર ચૂકવવા બેંકમાંથી રૂપિયા ઉપાડી કંપનીના ઓફીસના લોકરમાં મુક્યા હતા. આ લોકરમા ધંધાના રૂપિયા અને એક મહિલા મજુરના દાગીના સાચવવા આપેલા હતા.૨૭ ફેબ્રુઆરીની મધરાત બાદ તસ્કરોએ ઉપરોક્ત કંપનીના ઓફીસના દરવાજાના તાળા તોડી ઉપરોક્ત લોકરને ઉઠાવી ગયા હતા. અને આ લોકરમાં મુકેલા ૫ લાખ રોકડ તથા ૧ લાખના દાગીના મળી કુલ રૂપિયા ૬ લાખના મુદ્દામાલની તસ્કરોએ ચોરી આચરી ફરાર થયા હતા. ઘટનાની જાણ કંપનીના મનીષભાઈ હસમુખભાઈ શાહને થતાં તેઓ અડધી રાત્રે જ  પોતાની કંપનીમાં પહોંચી ગયા હતા. દરમિયાન કંપનીના ઓફિસના લોખંડના દરવાજાનુ તાળુ તૂટેલી હાલતમાં હતુ અને અંદર ઓફીસનો તમામ સરસામાન વેરવિખેર હતો. તસ્કરોએ  ચોરીનો કરી ફરાર થઇ ગયા હતા  ચોરી થઈ હોવાનો અંદાજો આવતાં કંપનીના CCTV ચેક કરતા અજાણ્યા ૫ ઈસમો રાત્રે ૧:૪૫ વાગ્યાની આસપાસ કંપનીની વરંડાની દિવાલ કૂદીને કંપનીમાં ઘૂસ્યા હતા અને ઓફીસના તાળા તોડી લોકર ઉઠાવી ૨ :૨૫ વાગ્યાની આસપાસ કંપનીની બહાર જતા નજરે પડ્યા હતા. આ ફુટેજના આધારે તપાસ કરતાં લોકરનુ બોક્ષ નજીક આવેલા ખેતરમાંથી મળી આવ્યું હતું. આ બનાવ અંગે મનીષભાઈ ની ફરીયાદના આધારે ચકલાસી પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: