ખેડા જિલ્લામાં પાલક માતા પિતા યોજનાનો ૬૫૯ બાળકો લઇ રહ્યા છે લાભ

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા સપ્ટેમ્બર-ર૦રર થી ફેબ્રુઆરી-ર૦ર૩ સુઘી પાલક માતા-પિતા યોજના અંતર્ગત આવેલ અરજીઓને મંજુર કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ખેડાના અધ્યક્ષસ્થાને સ્પોન્સરશી૫ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની કુલ-૦૬ બેઠક યોજવામાં આવેલ હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા સપ્ટેમ્બર-ર૦રર થી ફેબ્રુઆરી-ર૦ર૩ સુઘી ૭૨ બાળકોને પાલક માતા પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં સમાજ સુરક્ષા ખાતાની પાલક માતા-પિતા યોજના અંતર્ગત નવી આવેલ કુલ ૮૩ અરજીઓ મંજુરી / નામંજુરી અર્થે મુકવામાં આવેલ હતી. “સ્પોન્સરશી૫ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીના” અધ્યક્ષ -વ- જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ખેડા, કમિટીના સભ્ય સચિવ-વ-જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કમિટી અન્ય સભ્યઓ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના સમગ્ર કર્મચારીઓની ઉપસ્થિતિમાં માતા-પિતા યોજના અંતર્ગત આવેલી ૭૨-અરજીઓ યોજનાના ધારા-ધોરણ મુજબ બંધ બેસતી હોય તેને કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ અને ૧૧-અરજીઓ યોજનાના ધારા-ધોરણમાં બંઘ બેસતી ન હોય નામંજુર કરવામાં આવેલ. વધુમાં, કમિટીના અધ્યક્ષ-વ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ખેડા દ્વારા યોજનાના પ્રચાર પ્રસાર માટે યોગ્ય કાર્યવાહી કરવા તથા યોજનાના માપદંડ મુજબના વધુને વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહે તે અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ.પાલક માતાપિતા યોજનાના માપદંડ મુજબ “(૧) જે બાળકના માતા-પિતા મૃત્યુ પામેલ હોય અથવા (ર) પિતાના મૃત્યુ બાદ માતાએ બીજા લગ્ન કરેલ હોય ને બાળકની માવજત અન્ય કોઇ સગા સંબંધી ધ્વારા કરવામાં આવતી હોય તો તેવા બે ધારા-ધોરણ ઘરાવતા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.” આ યોજના અંતર્ગત અભ્યાસ કરતાં બાળકો પૈકી બાળક ૧૮ વર્ષનું થાય ત્યા સુધી માસિક રૂા.૩ હજાર ની સહાય આપવામાં આવે છે અને જો બાળક ૧૮ વર્ષ પહેલા ભણવાનું છોડે તો તેની સહાય બંધ કરવામાં આવે છે એટલે કે બાળકનો અભ્યાસ ચાલુ હોવો જરૂરી છે. પાલક માતા-પિતા યોજના અંતર્ગત ખેડા જિલ્‍લામાં નવી મંજુર થયેલ અરજીઓની સાથે હાલની સ્‍થિતિએ કુલ ૬૫૯-લાભાર્થીઓ લાભ મેળવી રહેલ છે. પાલક માતા – પિતા યોજનાની સહાય મેળવવા માટે યોજનાકીય અરજી સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના ઇ-સમાજ કલ્યાણની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ ઉ૫ર જરૂરી તમામ સાઘનિક કાગળો અ૫લોડ કરીને ઓનલાઇન કરવાની રહે છે. યોજનાની વધુ માહિતી અને લાભ મેળવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!