ગામમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત બોરખેડા ગામનો સરપંચનો પુત્ર રૂ.૧૫ હજારની લાંચ લેતા ઝડપાયો
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત કુલ ૧૦૦ શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ,બોરખેડાને કરવાનું હતુ. આ મંડળના વર્ક ઓર્ડરનો ચેક રૂ.૧,૨૦,૦૦૦ મંડળને મળી ગયો હતો. આ કામ પેટે બોરખેડાના સરપંચે રૂ.૧૫ હજારની લાંચની માંગણી કરતાં સરપંચનો પુત્ર આજરોજ દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે રૂ.૧૫ હજારની લાંચ લેતા રંગે હાથે દાહોદ એસીબી પોલીસના હાથે ઝડપાઈ જતાં પોલીસે સરપંચ તથા તેના પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી સરપંચની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
દાહોદ તાલુકાના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત લેફ્ટ આઉટ બેનીફીશરીઝ કુટુંબ માટે વ્યÂક્તગત શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ,બોરખેડાએ કરવાનું હતુ. આ મંડળના પ્રમુખને તા. પંચાયત કચેરી, દાહોદ તરફથી મળેલ વર્ક ઓર્ડર મુજબ પ્રથમ ૧૦ શૌચાલયો તૈયાર કર્યા હતા જે કામ પેટે બોરખેડા ગામના સરપંચ શંકરભાઈ વિરસીંગભાઈ માવીએ મંડળના પ્રમુખ પાસેથી રૂ.૧૫ હજારની લાંચની માંગણી કરી હતી પરંતુ મંડળના પ્રમુખ આ લાંચની રકમ આપવા ઈચ્છતા ન હોઈ આ બાબતે દાહોદ એસબી પોલીસનો સંપર્ક કર્યા હતો. આ બાદ સરપંચને આ લાંચના નાણાં આપવા માટે પ્રમુખે સરપંચનો સંપર્ક સાંધતા સરપંચ શંકરભાઈ વિરસીંગભાઈ માવીએ તેના પુત્ર મનોજભાઈ શંકરભાઈ માવીને આ લાંચની રકમ લેવા મોકલ્યો હતો. આ દરમ્યાન દાહોદ હનુમાન હજારમાં દાહોદ એસીબી પોલીસ વોચ ગોઠવી ઉભી હતી અને જેવા આ સરપંચના ેપુત્ર રૂ.૧૫ હજારની પ્રમુખ પાસેથી લાંચની રકમ Âસ્વકારતાં એસીબી પોલીસે તેને રંગે હાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યા હતો. આ સમગ્ર મામલે દાહોદ એસીબી પોલીસે સરપંચ અને તેના પુત્ર વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી સરપંચની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
———————————————-