વસોના અલીદ્રા ગામમાં આંગણવાડીના મકાન જર્જરિત હાલતમાં

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

વસો તાલુકાના અલીન્દ્રા ગામમાં  બે આંગણવાડીના મકાન જર્જરીત હાલતમાં છતમાંથી પોપડા પડી રહ્યા છે. ત્યારે આ આંગણવાડીના જર્જરીત મકાનના કારણે દુર્ઘટના સર્જાવાની સંભાવના રહેલી છે. ત્યારે જર્જરીત આંગણવાડીના નવા મકાન બનાવવા ગ્રામજનો  માંગણી ઉઠવા  છે. વસો તાલુકાના સામાજિક કાર્યકર રાજ (બબ્બર) પટેલે કલેકટરને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, અલીન્દ્રા ગામમાં ચાર આંગણવાડીમાં ૨૦૦ જેટલા બાળકોની સંખ્યા છે. આ આંગણવાડીમાં બાળકો માટે પીવાના પાણી સહિત સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ચાર આંગણવાડીમાંથી ચરેડ આંગણવાડીનું મકાન જર્જરીત હાલતમાં છે. આ આંગણવાડીની છતમાંથી પોપડા પડી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતી શાળાની આંગણવાડીનું મકાન પણ જર્જરીત હાલત છે. જ્યારે સિકોતર માતા મંદિરની આંગણવાડીમાં બાળકોને પીવાના પાણીની કોઈ સુવિધા નથી તો વળી શેનવાવાસની આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. આ આંગણવાડીમાં અગાઉ બનાવેલ શૌચાલયના કામમાં ભારે વેઠ ઉતારવામાં હોઇ બિનઉપયોગી પડી રહ્યુ છે. આમ બે આંગણવાડીના મકાન જર્જરીત હાલતમાં છે. જ્યારે બે આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ત્યારે જર્જરીત આંગણવાડીમાં નાના ભૂલકાઓ ભય હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે. ત્યારે જર્જરિત આંગણવાડીના નવા મકાન બનાવવા તેમજ પીવાના પાણી, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવા માંગણી કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: