ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર દેવધા નજીક બે બાઈક કો સામ સામે અથડાતા એક વ્યક્તિનું કમ કમાટી ભર્યું મોત
પ્રતિનિધિ ગરબાડા
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માત બનવાનો તીન થેલો યથાવત
આજે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું
ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર અવર-નવાર બાઈક ચાલકોની ગફલત અને બેદરકારીને લીધે અકસ્માતો સર્જવાની ઘટના બનતી હોય છે જેમાં બાઈક ચાલકોની બેદરકારીના લીધે આજે વધુ એક અકસ્માત દેવધા નજીક સર્જાયો હતો જેમાં બે બાઈકો સામસામે અથડાતા બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમ કમ ભર્યું મોત નિપજ્યું અકસ્માત ને જાણ થતા ગરબાડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માતમાં ઇજાગ્રસ્થો ને સારવાર માટે દાહોદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં મધ્યપ્રદેશના બાઈક ચાલકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે