ગરબાડા તાલુકાની વજેલાવ મુખ્ય પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

સિંધુ ઉદય

તારીખ 28/2/2023 ના રોજ ગરબાડા તાલુકાની વજેલાવ મુખ્ય પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી..શાળાના બાળ વૈજ્ઞાનિકો એ ખુબજ સુંદર પ્રયોગો જેવા કે ,ડુંગળીના કોષ સૂક્ષ્મદર્શક વડે જોવા,ચુંબક નું ચુંબકીય ક્ષેત્ર,દબાણ ને લાગતા પ્રયોગ, ઓક્સિજન વાયુની બનાવટ,અરીસા માં મીણબત્તી ના પ્રતિબિંબ , વક્રીભવન ને લગતા પ્રયોગ,તેમજ વિજ્ઞાન વિષય ને લગતા વિવિધ સાધનો વિશે ની સુંદર મજાની સમજ આપવામાં આવી હતી.આ સમગ્ર આયોજન કરવામાં શાળા ના શિક્ષકો ચુડાસમા ભાવેશભાઈ,પ્રજાપતિ અંકિતભાઈ, પ્રવિણાબેન તેમજ વર્ષાબેન નલવાયા એ ખુબજ જહેમત ઉઠાવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: