રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે મહિલા આરોપીઓને દાહોદ તાલુકા પોલીસે ઝડપી પાડયા॰
સિંધુ ઉદય
દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ રૂરલ પોલીસ પી.આઈ એન.એન.પરમાર એ ટીમ બનાવી રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બે મહિલા આરોપી વેસાબેન રામુભાઈ મગનભાઈ માવી (રહે. રળીયાતી, સાંગા ફળિયું, તા.જિ.દાહોદ) અને કાન્તાબેન પરસુભાઈ હુમલાભાઈ માવી (રહે. રળીયાતી, સાંગા ફળિયું, તા.જિ.દાહોદ) ને તેઓના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


