પોકોટ કોપ ના મદદ થી ચોરી ના આરોપી ને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ.ડિવીઝન પોલિસ.
નીલ ડોડીયાર
દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ સ્ટેશનના મોટર સાયકાલ ચોરીના અનડીટેક્ટ ગુનાને પોકોટ કોપની મદદથી ડીટેક્ટ કરી બાઇક ચોરીના આરોપીને ઝડપી પાડતી દાહોદ ટાઉન એ ડિવીઝન પોલીસ
મે, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ, મે.મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ જીલ્લાના મિલ્કત સંબઘી વણ શોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી તા.૧૫/૦૧/૨૦૨૩ ના રોજ દાહોદ શહેરમા ઝાયડસ હોસ્પીટલ ગેટ આગળ મુકેલ મોટર સાયકલ ચોરાયેલ હોય જે અન્વયે પ્રો. નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. ડી. કંસારા સાહેબ તથા દાહોદ ટાઉન એ ડિવિઝનના પી.આઇ સાહેબ શ્રી કે.એન. લાઠીયા સાહેબનાઓના સર્વેલન્સ સટાફ ને સતત જરૂરી સુચના તેમજ માર્ગધશન આપેલ હોય જે અન્વયે ચોરીના બનાવની માહિતી મેળવી અલગ-અલગ બાતમીદારને મોકલી આપેલ હોય તે દરમિયાન પી.આઇ સાહેબ શ્રી કે.એન. લાઠીયા સાહેબના અંગત અને વિશ્વાસુ બાતમીદાર દ્રારા હકિકત મળેલ કે સદર આરોપી ચોરીની બાઇક સાથે ઝાયડસ હોસ્પીટલના પાર્કીંગમા ઉભો હોય જેથી સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલીક ઝાયડસ હોસ્પીટલમા જઇ સદર ઇસમને રોકી મોટર સાઇકલ કાગળો માગતા સદર ઇસમ ગલ્લા તલ્લા કરતો હોય જેથી તેની પાસે રહેલ મોટર સાયકલ નંબર પોકેટ કોપમા નાખતા સદર બાઇક ચોરીની નીકળતા આરોપી બાબુભાઈ પાંગળાભાઇ જાતે.-ગરવાલ રહે.-મકાન નં.- ૧૪, ગામ- પરનાલી, પોસ્ટ, મદરાણી, જીલ્લો- ઝામ્બુઆ, મધ્ય પ્રદેશ ને પકડી પાડી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી કાયદેસર અટક કરી હતી. આમ દાહોદ શહેરમા બનેલ ચોરીના ગુન્હાને ડીટેકટ કરી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશને પ્રશંસનીય કામગીરી કરેલ છે તથા કાયદેસરની કાર્યવાહી કરેલ છે