પરમ પુજ્ય મહાત્મા ગાંધીજીની ૭૨મી પુણ્યતિથિએએ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ
દાહોદ તા.૩૦
પરમ પુજ્ય મહાત્મા ગાંધીજીની આજે ૭૨મી પુણ્યતિથિ નિમિત્તે દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં આવેલ ગાંધી ગાર્ડ ખાતે કોંગ્રેસ સમિતિના અગ્રણી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યા જુની પ્રતિમાને હટાવી નવી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ નવી પ્રતિમાને હજુ સુધી ખુલ્લી ન મુકતા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા મહાત્મા ગાંધીજીનો ફોટો મંગાવી જુની પ્રતિમા જે જગ્યાએ હતી તે જગ્યાએ ફોટો મુકી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બીજી તરફ જુની પ્રતિમાને હટાવી દેવા સામે પણ કોંગ્રેસ સમિતિમાં નારાજગી જાવા મળી હતી.
દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે મુખ્ય માર્ગની બાજુમાં આવેલ ગાંધી ગાર્ડનમાં વર્ષાેથી મહાત્મા ગાંધીની પ્રતિમા હતી. આ પ્રતિમાને દુર કરી તેનાથી થોડે દુર આજ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની નવી પ્રતિમા મુકવામાં આવી છે પરંતુ આ પ્રતિમાને હજુ સુધી ખુલ્લી મુકવામાં આવી નથી. આવા સમયે આજે મહાત્મા ગાંધીજીની ૭૨મી પુણ્યતિથિએ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ ગાર્ડન ખાતે પહોંચ્યા હતા પરંતુ જ્યા લાગતા વળગતાં તંત્ર દ્વારા નવી પ્રતિમાને ખુલ્લી ન મુકાતા કોંગ્રેસના અગ્રણીઓ સહિત હોદ્દેદારોમાં છુપો રોષ પણ જાવા મળ્યો હતો અંતે કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીનો એક ફોટો મંગાવી જ્યા જુની પ્રતિમા હટાવાઈ છે ત્યાંજ મહાત્મા ગાંધીનો ફોટો મુકી તેમના ફોટા પર ફુલહાર અર્પણ કરી ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
—————————————————-