બોરીયાલા પ્રાથમિક શાળાના 132 માં સ્થાપના દિવસની ઉજવણી તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવી
પ્રતિનિધિ ગરબાડા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બોરીયાલા પ્રાથમિક શાળાના 132 માં સ્થાપના દિવસની તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન અર્જુનભાઈ ગણાવાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી વાત કરીએ તો આ બોરીયાલા પ્રાથમિક શાળા અંગ્રેજોના શાસન સમયથી ચાલતી હતી અને બોરીયાલા પ્રાથમિક શાળા તારીખ 1 3 2023 ના રોજ 132 વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ ગ્રામજનોના સહયોગથી શાળાના સ્થાપના દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ ઇનામ વિતરણ અને શાળામાં અભ્યાસ કરીને જીવન વિકાસના સોપાનો સર કરેલા ગામના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી સભ્ય ગોપાલભાઈ પરમાર જિલ્લા સભ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ તેમજ મંત્રી અને સામાજિક કાર્યકર્તા અર્જુનભાઈ ઉપસ્થિત રહ્યા હતા





