ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મ્યુઝિકલ મોર્નિંગનો કાર્યક્રમ યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
આજ રોજ ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે મ્યુઝિકલ મોર્નિંગનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં આચાર્યશ્રી મધુકર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. તેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. યોગેશ ઝાલા અને ડૉ. અનિતા પાદરીયા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડૉ. દિલીપ યાદવ, ડૉ. રોહિત કપૂરી તથા ડૉ. આશિષ મોદી સાહેબ ઉપસ્થિત હતા. કોરોનાકાળ બાદ પ્રથમ વખત થયેલા આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ નંબરે લખારા સ્વાતિ એચ. – બી.કોમ.- ૪, બીજા નંબરે બિલવાડ રવીન કે. – બી એ. -૪ તથા ત્રીજા નંબરે હરિજન સરસ્વતી એન. બીએ -૪ આવ્યાં હતાં. તેમજ પ્રોત્સાહન ઈનામ તરીકે ડાંગી રૂપસ્વની આર. બી એ :-૬ ને આપવામાં આવ્યું હતું. વિજેતા જાહેર થયેલા પ્રતિભાગીઓને સમગ્ર કોલેજ પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.