અભલોડ લીંબુ ફળિયા ના સરપંચ શ્રી વરસિંગ ભાઈ ભાભોરની અનુકરણીય પહેલ : ટીબીના ૪ દર્દીને દતક લીધા.

સિંધુ ઉદય

અભલોડ લીંબુ ફળિયાના સરપંચ શ્રી વરસિંગ ભાઈ ભાભોર ટીબીના ૪ દર્દીને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું છે. તેમની આ પહેલ અન્ય ગામના સરપંચો તેમજ આગેવાનો માટે અનુકરણીય બની છે. પ્રધાનમંત્રીશ્રીના ટીબીમુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે.જે અન્વયે આજ રોજ ગરબાડા તાલુકાના અભલોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારના સરપંચ શ્રી વરસિંગભાઈ ભાભોર દ્રારા ૪ ટીબીના દર્દીને દત્તક લઈ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.ખેડા ફળીયાના સરપંચ શ્રી પરસુભાઈ દ્વારા પણ ૨ દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ કિર્તિભાઈ પરમારે ૧ દર્દીને દત્તક લઈ ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી.કોમ્યુનિટીમાથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!