દાહોદ તાલુકાના આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ.
સિંધુ ઉદય
પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ શિલ્પા યાદવ અને જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ આર. ડી. પહાડીયા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના આગાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઑફિસર ડૉ પ્રહલાદ બડદવાલ તથા આરોગ્ય સ્ટાફ દ્વારા નિક્ષય મિત્ર બની 30 ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા ટીબી સુપરવાઈઝર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુકત ભારત ૨૦૨૫ અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓ ને મદદ રૂપ થાય.