નડિયાદના ડભાણ રોડ પરથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ એલસીબી ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા તથા પો.સ.ઇ એમ.જે.બારોટ એલ.સી.બી. સ્ટાફ પ્રોહી/જુગાર ડ્રાઇવ અંગે નડિયાદ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો.મહાવીરસિંહ તથા પો.કો. કેતનકુમાર ને  બાતમી  મળી હતી કે એક સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ ગાડી  મા વિદેશી દારૂ ભરી અમદાવાદ, અસલાલી થઇ માતર હાઇવે થઇ નડિયાદ તરફ જનાર છે. જે બાતમી આધારે હરીયાળા ધોળકા ચોકડી બ્રીજ ઉતરી વોચમાં  હતા દરમ્યાન બાતમી મુજબની ગાડી આવતા  ગાડીના ચાલકને ગાડી રોકવા  ઇશારો કરતા  ગાડીના ચાલકે ગાડી ઉભી રાખી નહી  તેને પોતાની ગાડી રોડ ઉપર ભગાડી મુકેલ જેથી પોલીસે ગાડીનો પીછો કરતા ગાડીના ચાલકે ગાડી ને.૪૮ ઉપરથી નડિયાદ તરફ જવાના રસ્તે ભગાડેલ અને  ગાડીને ડભાણ એશીયન ફૂડ પાસે આવતા ચાલકે અચાનક ધીમી કરેલ જેથી ગાડીને ખાનગી વાહનોથી કોર્ડન કરતા સદરી ગાડીને રોકી લીધેલ અને ગાડીનો ચાલકની બાજુમાં બેઠેલ ઇસમ અંધારાનો લાભ લઇ નાશી ગયા હતા. ગાડીનો ચાલક (૧) શ્રવણકુમાર  હરીરામ બગડુરામ બિશ્નોઇ રહે. ઝાલોર રાજસ્થાન  પોતાની સફેદ સ્વીફ્ટ ગાડી  કિ.રૂ. ૩ લાખ મા  વિદેશી દારૂની નાની –મોટી કુલ બોટલ નંગ ૭૧૮ જેની કુલ કિં.રૂા.૧ લાખ,૬૭ હજાર તથા  મોબાઇલ ફોન  મુદ્દામાલ મળી કુલ  કિ.રૂ.૪ લાખ ૭૨ હજાર સાથે પકડાઇ ગયેલ. તથા  (૨) જાલારામ જાટ રહે.કોટડા, સાંચોર નાસી ગયેલ આરોપી  (૩) મોહનકુમાર બીશ્નોઇ રહે. સાંચોર રાજસ્થાન જથ્થો મોકલી આપનાર  તેમજ  તમામ ઇસમો વિરુધ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને હેડ.કો.મહાવીરસિંહ કાળુભા નાઓએ ફરીયાદ આપતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: