દુષ્કર્મ કેસમાં પતિ અને તેના મિત્રને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા જિલ્લાના કપડવજ તાલુકાના રતનપુર ગામે રહેતા ભગવાનભાઈ કલાજીભાઈ પરમાર પોતે પરણીત છે. આમ છતાં તેઓને પ્રથમ પત્નીથી સંતાન સુખ ન મળતા
ભગવાનભાઈએ અન્ય એક વિધવા મહિલા સાથે ફુલહાર કરી લગ્ન કર્યા હતા. ભગવાનભાઈએ પોતાની બીજી પત્નીને કહ્યું ચાલ આપણે મારા મિત્ર રવિન્દ્ર ઉર્ફે રવિ
દલપતસિહ ઝાલા જે કઠલાલ તાલુકાના કાલેતર ગામે રહે છે તેના ઘરે જઈએ તેમ કહી પીડીતાને લઈ ગયો હતો. કાલેતર ગામે રવિન્દ્ર ઉર્ફે રવિના માવતર અન્ય જગ્યાએ તો ભગવાનભાઈ અને રવિન્દ્ર ઉર્ફે રવિ અન્ય જગ્યાએ એકજ ઘરમાં સુતા હતા.જ્યારે પીડીતા અલગ ખાટલામાં છાપરામાં સુતી હતી. આ દરમિયાન રવિન્દ્ર ઉર્ફે રવિએ પીડીતા સાથે ખાટલામાં સુઈ બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આ સમયે પીડીતા જાગી જતાં તેના પતિએ મોઢુ દબાવી રાખ્યું અને અવારનવાર મિત્ર સાથે સંબંધ બાંધવા પતિ ભગવાનભાઈ તેણીને મજબુર કરતો હતો. આ બાદ પણ આ ભગવાનભાઈ કહેતા કે મારે મારા મિત્રના અહેસાન મારા પર ઘણાબધા છે આથી આમ કરવુ જ પડશે. આમ કહી અવારનવાર તે પોતાની પત્નીને મજબુર કરતો હતો અને અવારનવાર આ બંન્ને લોકો દુષ્કર્મ આચરતાં હતા. આથી પીડીતા ગર્ભવતી બનતાં સમગ્ર મામલો ઉજાગર થયો હતો અને પતિની કરતુતનો ભાંડો ફુટતા હિંમતભેર પત્નીએ જ પોતાના પતિ અને તેના મિત્ર સામે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બંન્ને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બંને આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. ન્યાયાધીશ સામે મુકેલા ૮ સાહેદો તેમજ ૩૩થી વધુ પુરાવાઓને ધ્યાનમાં રાખી ચૂકાદો અપાયો આજે આ કેસ કપડવંજની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. ન્યાયાધીશ વી.પી.અગ્રવાલે સરકારી વકીલ મિનેશ આર.પટેલની દલીલોને ધ્યાને રાખી અને તેઓએ ન્યાયાધીશ સામે મુકેલા ૮ સાહેદો તેમજ ૩૩થી વધુ પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે ઉપરોક્ત ભગવાનભાઈ કલાજી પરમાર અને તેના મિત્ર રવિન્દ્ર ઉર્ફે રવિ દલપતસિહ ઝાલાને તકસરીવાન ઠેરવી બંન્નેને ૧૦-૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે આરોપીઓને ૧૦-૧૦ હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે.

