૧૦૮ ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમા પ્રસ્તૃતિ કરાવી, મહિલાએ જોડાયા બાળકોને જન્મ આપ્યો
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
હલધરવાસ ૧૦૮ પર હાજર સ્ટાફ કેશરીસિંહ ઝાલા તથા પાયલોટ મહેન્દ્રસિંહ સોલંકી તાત્કાલિક કેસ મળતા તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સમા EMT દ્વારા પ્રસુતિ કરાવાઈ ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે પહોચતા માલુમ પડ્યું કે, દર્દી કવિતાબેન કમલેશભાઈ કુસવાહ ઉંમર વર્ષ ૨૩ બીજી વાર પ્રસૂતિના પુરા મહિના હતા, અને એમના રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે twin pregnancy હતી. બેનને અસહ્ય દુખાવો થતો હતો ત્યાર પછી દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સમાં લીધા હતા. પરતું સંજોગો એવા હતાં કે અતિશય દુઃખવાનાં લીધે ૧૦૮ એમ્બ્યુલન્સ EMT દ્વારા પ્રસુતિ કરાવી પડે તેમ હતી. તાત્કાલિક ઉપલા અધિકારીની સલાહ લઈને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવાઈ હતી . પ્રસુતિ કરાવતા દરમ્યાન પ્રથમ બાળકને ગર્ભનાડ ગળાની પર વીંટળાયેલા હતી, એટલે સાવચેતી પૂર્વક પ્રસુતિ કરાવી, ત્યારબાદ બીજું બાળક ઊંધું(Breech) હતું, તે બાળકને પણ ખૂબ જ સાવચેતી પૂર્વક પ્રસુતિ કરાવી હતી, બંને બાળકોનું વજન પણ ઓછુ હતું, ઉપરી અધિકારીની સલાહ પ્રમાણે જરુરી તાત્કાલિક સારવાર આપી જોડીયા બાળકોની પ્રસુતિ કરાવ્યા બાદ અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં બંને બાળકો અને તેમની માતાને દાખલ કરવામાં આવી છે. કામગીરીને બીરદાવાઈ કવિતાબેનની સાથે આવેલા તેમના પતિ અને કમલેશભાઈ કુસવાહ તેમને ૧૦૮ ની ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આવી ઉમદા, ઉત્કર્ષ અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ ૧૦૮ ની ટીમે બજાવી તે બદલ હોસ્પિટલના હાજર ડોક્ટર તથા સ્ટાફે ગુજરાતની જીવાદોરી સમાન ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો ખુબજ આભાર માન્યો અને હલધરવાસ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ ઇ એમ ટી તેમજ પાઈલોટનો પણ ખુબ ખુબ આભાર માની ને એમની આ કામગીરીને બિરદાવી હતી.