ભથવાડા ગામે યુવતીની ઝાડ પરથી લાશ મળી આવતાં અનેક શંકા કુશંકાઓ

દાહોદ તા.૩૧
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે આજરોજ એક ઝાડ પર યુવતીની લટકતી લાશ નજરે પડતાં ગ્રામજનો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ યુવતીના મોતના રહસ્યને લઈને અનેક શંકા કુશંકાઓ વહેતી થવા પામી છે.
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામે આજરોજ એક ઝાડ પર યુવતીની લાશ લટકતી જાવા મળી હતી. લટકતી લાશને જાઈ ગ્રામજનો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને પણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. બીજી તરફ આ યુવતીએ આત્મહત્ય કરી કે પછી તેની હત્યા કરી લાશને લટકાવી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો હાલ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે તેવા સમયે ઘનિષ્ઠ તપાસમાં પોલીસ જાતરાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: