ઝાલોદ કૉલેજમાં વાર્ષિકોત્સવ તથા પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
આજ રોજ ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ તથા જે.કે દેસાઈ બી.એડ. કૉલેજ ઝાલોદનો વાર્ષિકોત્સવ તથા પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્ય અતિથિ તરીકે દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ માનનીય શ્રી જસવંતસિંહ ભાભોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. તથા અતિથિ વિશેષ તરીકે ડૉ. ગીતાબેન કોઠારી (ઈ.સી. મેમ્બર, SGGU), ટ્રસ્ટના ઉપપ્રમુખ અને કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર માનનીય શ્રી એસ. આર. રાવ સાહેબ, DySP શ્રી ડી. આર. પટેલ સાહેબ, TDO શ્રી સોનું શર્મા સાહેબ ઉપસ્થિત રહ્યા હતાં. તમામે વિદ્યાર્થીઓને પ્રેરણાલક્ષી ઉદ્બોધન કરી પ્રોત્સાહન પુરું પાડેલ તથા વર્ષ દરમિયાન કૉલેજ દ્વારા કરવામાં આવેલ વિવિધ ઈતર પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઈનામ તથા રોકડ પુરસ્કાર આપી સમ્માનિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં અહેવાલ વાંચન સાહિલ પટેલ અને કિરણબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. આશિષ મોદી અને ડૉ. સંજય દાસ દ્વારા કરવામાં આવ્યું. પારિતોષિક પ્રાપ્ત કરેલાં તમામ વિદ્યાર્થીઓને કૉલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. આ ક્રાર્યક્રમમાં ડૉ. અજીતસિંહ પરમાર દ્વારા તાલીમબદ્ધ NCC CADETS દ્વારા વિશિષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ શ્રી મધુકર પટેલ અને શ્રી પ્રવીણ પટેલ સાહેબ દ્વારા NCCના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.