દાહોદ ના પૌરાણિક શિવ મંદીર બાવકા ખાતે આમલી અગિયારસ ના મેળામાં આરોગ્ય શાખા દવારા રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
સિંધુ ઉદય
આ મેળામાં પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું વધુમાં જનજાગૃતિ દવારા સમાજમા હજુ પણ રક્તપિત્તના છુપાયેલા દર્દીઓ તપાસ અર્થે આગળ આવે અને સારવાર લઈ રોગમુકત થાય, દાહોદ જીલ્લા માંથી રક્તપિત્ત નાબૂદ થાય તે હેતુથી મેડિકલ ઑફિસર પેરામેડિકલ વર્કર સંગીતા બારીયા અને આરોગ્ય સ્ટાફ દ્વારા જન જાગૃતિ અને પ્રચાર પ્રસાર કાર્યક્રમ કરવામાં આવ્યો
વર્ષ 2022-23માં અત્યાર સુધી 308 નવા દર્દીઓ શોધ્યા 322 દર્દીઓ સારવાર લઈ સંપૂર્ણ પણે સાજા થયા હાલમા 233દર્દીઓ સારવાર હેઠળ છે. તથા જૂના દર્દીઓ ને જે સાજા થઈ ગયેલ છે પરંતું પગમાં બહેરાશ ને લીધે પગમાં ચાંદા ન પડે તે હેતુથી 435જેટલા દર્દીઓને સરકાર શ્રી દવારા માઇક્રોસેલ્યુલર (MCR) નાં સેન્ડલનું વિતરણ કરવામાં આવ્યું તથા 50 જેટલા દર્દીઓને અલ્સર કીટનું વિતરણ કરવામાં આવ્યું. શરીર પર આછું ઝાંખું અથવા રતાશ પડતું ચાઠું રક્તપિત્ત હોઈ શકે, રક્તપિત્ત રોગનું નિદાન અને સારવાર તમામ સરકારી દવાખાના મફત થાય છે,MDT સારવારથી રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે.