પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ફતેપુરાના મારગાળા ખાતે ન્યુટ્રીશન કીટનું વિતરણ નો કાર્યક્રમ રાખ્યો

પ્રવીણ કલાલ

પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત આજ રોજ ફતેપુરા તાલુકાના પ્રા આ કેન્દ્ર મારગાળા ખાતે નિકસય મિત્ર બની જેમના દ્રારા ન્યુટ્રીશન કીટ વિતરણ નો કાયૅક્રમ રાખવામા આવેલ હતો તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સુરેશ આમલિયાર મેડિકલ ઓફિસર ડો .વિનોદ ડીડોર અને તાલુકા ટી.બી સુપર વાઈઝર નટવરલાલ પારગી , હિતેન્દ્રભાઈ પ્રજાપતિ વિગેરે ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમા પ્રા. આરોગ્ય કેન્દ્ર સુપર વાઇઝર જેસિગભાઈ ચારેલ તથા મલ્ટી પર્પજ હેલ્થ વિઝીટર સંજયભાઈ ભાભોર, અયોધ્યાકુમાર બારોટ,અંનતકુમાર ચૌધરી, અતુલ ભાઈ ભાભોર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સોનલ પરમાર,વૃષ્ટિબેન ચંદાણા ફિમેલ હેલ્થ ડિજિટર કિંજલબેન પટેલ, સુમિત્રાબેન માલ
જેમણે 12 ટીબી ના દૅદી ને દતક લઈ તેમને 1મહિના ની કિટ આપવામા આવી હતી હવે 6 મહિના સુધી ન્યુટ્રીશન કીટ તેઓને આપવામાં આવશે અને દર મહિના ની 10 તારીખે આ કીટ આપવામા આવશે આ સમગ્ર કાયૅક્રમ ડો .આર .ડી .પહાડીયા જિલ્લા ક્ષય અધિકારી દાહોદ ના માગૅદશૅન હેઠળ કરવામા આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!