લીમખેડામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો
સિંધુ ઉદય
લીમખેડા તાલુકા મથકે આવેલી પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો હતો તેમાં D E O શ્રીમતી કાજલબેન દવે સી.આર.સી કૌશિકભાઇ મંડળના પ્રતિનિધિ જાગૃતીબેન બી.એડ કોલેજના ડાયરેક્ટર આર પી પટેલ આચાર્ય શ્રીમતી કલાવતીબેન અન્ય મહાનુભવો પણ હાજર રહ્યા હતા 14 /3 થી શરૂ થાય છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા માટે પ્રસ્તુત મહેમાન શ્રી ઓ શુભેચ્છાઓ પાઠવી હતી આજ રાજ્યકક્ષાએથી આવેલા શુભેચ્છા સંદેશાઓનું વાંચન પણ કરવામાં આવેલું હતું કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર સારું પરિણામ પ્રાપ્ત કરી સમાજ અને શાળાનું ગૌરવ વધે તેવા આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.



