દાહોદ શહેર જિલ્લામાં બે દિવસ બેંકો બંધ રહેતા નાણાંકીય વ્યવહાર અટવાયો

દાહોદ તા.૩૧
પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે દેશના વિવિધ બેંકના કર્મચારી યુનિયન દ્વારા બે દિવસ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે તેવા સમયે બે દિવસ બંધ અને ત્રીજા દિવસ રવીવાર હોવાથી એમ સતત ત્રણ દિવસ દાહોદ જિલ્લામાં પણ બેંક બંધ રહેવાથી રોજબરોજના વ્યવહારો તેમજ નાણાંકીય લેવડ દેવડના વ્યહારોમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો.
બેંકો દ્વારા બે દિવસની આ હડતાળ અનેક માંગણીઓ સાથે કરવામાં આવી રહી છે જેમાં સરખો પગરા, કામનો સમય નિર્ધારિત કરવા માટે,  પારિવારિક પેન્શન વિગેરે સંબંધિત માંગણીઓ પુર્ણ ન થવાને કારણે ફરીથી ઓલ ઈÂન્ડયા બેંક ઓફિસર કન્ફેડરેશન, નેશનલ કન્ફેડરેશન ઓફ બેંક એમ્પલોઈઝ, ઓલ ઈÂન્ડયા બેંક ઓફિસર એસોસીએશન, બેંક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈÂન્ડયા વિગેરે જેવા બેંકના કર્મચારીઓ તારીખ ૩૧મી જાન્યુઆરી અને ૧ ફ્રેબ્રુઆરી એમ દિવસ એટલે કે, શુક્રવાર અને શનિવાર બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.  આ દેશ વ્યાપી હડતાળના  પગલે દાહોદમાં પણ તેની અસર જાવા મળી હતી. મોટા ભાગની બેંકો બંધ રહેતા કામકાજ પર ભારે અસર પડી હતી. દાહોદમાં બેંક હડતાળના પગલે લાખ્ખોનું ક્લીયરીંગ અટવાયું હતુ. ગ્રામીણ વિસ્તારના ઘણા ગ્રાહકોને બેંકના આ હડતાળની ખબર ન હોવાથી ઘરમ ધક્કા ધાવાનો વારો પણ આવ્યો હતો. વેપારી વર્ગ ધંધાદારી વ્યÂક્તઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. બે દિવસની હડતાળ બાદ ત્રીજા દિવસે રવિવાર હોવાથી હવે બેંકો સીધી સોમવારે ખુલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: