ઝાબુઆ અને દાહોદ ભાજપ દ્રારા આયોજિત સંસ્કૃતિ દર્શન અભિયાનનુ આયોજન કરાયુ
નીલ ડોડીયાર
ઝાબુઆ અને દાહોદ ભાજપ દ્રારા આયોજિત સંસ્કૃતિ દર્શન અભિયાનનુ આયોજન કરાયુ દાહોદ જિલ્લા ભાજપાના કાર્યકરો નેતાઓ આજે મધ્યપ્રદેશના સાંસ્કૃતિક પ્રવાસે ઉપડશે આદિવાસી ઉત્થાનની કામગીરી અને મહાનુભાવોને મળવાની સુવર્ણ તકઃશંકર આમલીયાર(પેટાદાહોદ જિલ્લા ભાજપ અને અને ઝાબુઆ જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે તારીખ 4 માર્ચના રોજ આંતર રાજ્ય સસ્કૃતિ દર્શન અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં દાહોદ જિલ્લાના ભાજપાના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં મધ્ય પ્રદેશના વિવિધ સ્થાનોની મુલાકાત લેશે અને અંતે રાણાપુરમાં ભગોરિયા મેળાની મઝા માંણશે.દાહોદ જિલ્લા ભાજપાના પ્રમુખ શંકરભાઇ આમલીયારના નેતૃત્તવમાં તારીખ 4 માર્ચ શનિવારના રોજ જિલ્લામાંથી આશરે 600 થી વધુ કાર્યકરો મધ્ય પ્રદેશના ઝાબુઆના પ્રવાસે જશે જેમાં યુવા અને મહિલા કાર્યકરો પણ નોંધપાત્ર સંખ્યામાં જોડાશે. આંતર રાજ્ય સંસકૃતિ અભિયાનનુ આયોજન દાહોદ જિલ્લા ભાજપા અને ઝાબુઆ(મ.પ્ર) જિલ્લા ભાજપે સંયુક્ત રીતે કરવામાં આવ્યુ છે જેમાં દાહોદ મુકામેથી તમામ નેતાઓ કાર્યકરો સવારે 8 વાગ્યે પ્રસ્થાન કરશે અને 10 ઓમપ્રકાશ શર્માજી સંચાલિત શારદા વિદ્યા મંદિર કે ઝાબુઆના બિલીડોઝ મુકામે પહોંચશે જ્યાં ભગોરિયા પર્વ અને તેના મેળા વિશે શિક્ષણ તજજ્ઞ કે.કે .ત્રિવેદી જાણકારી આપશે તેમજ પદ્મશ્રી શાંતિ પરમાર અને રમેશ પરમારનું સ્વાગત કરવામાં આવશે ત્યાર બાદ 11ઃ30 કલાકે શિવગંગા પરિસર, ધરમપુરીમાં ચાલતી કામગીરીને નિહાળી પદ્મ શ્રી મહેશ શર્માજીની સાથે મુલાકાત કરવામાં આવશે બપોરના 12 કલાકે રાણાપુર મધ્ય પ્રદેશમાં સુપ્રસિધ્ધ ભગોરિયા મેળાની મઝા માંણવા ઝાબુઆ તથા દાહોદ જિલ્લાના કાર્યકરો જશે અને ત્રણ કલાક જેટલો સમય મેળામાં મહાલશે. દાહોદ જિલ્લા ભાજપાના મહામંત્રી નરેન્દ્ર સોની દ્રારા સમગ્ર અભિયાનનુ સંકલન કરવામાં આવી રહ્યુ છે. ભગોરિયા મેળા મધ્ય પ્રદેશમાં આદિવાસી સંસ્કૃત્તિનુ પ્રતિક છે અને આદિવાસી સમાજનું હોળી પહેલાનું મહા પર્વ કહેવાય છે જેમ દાહોદ જિલ્લામાં હોળી પછી ગોળ ગધેડા અનેે ચૈડિયાના મેળાની ભરમાર સર્જાય છે તેવી જ રીતે હોળીના તહેવાર નિમિત્તે મધ્ય પ્રદેશમાં ભગોરિયાના મેળા ધૂમ મચાવે છે ત્યારે દાહોદ અને ઝાબુઆ જિલ્લાના ભાજપાના કાર્યકરો માટે આ એક અનેરો પ્્રસંગ બની રહેશે તેમ લાગી રહ્યુ છે.કારણ કે બે દિવસ બાદ જ હોળી પર્વ આવી રહ્યુ છે અને ગુજરાત, રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશના આદિવાસીઓનો મુખ્ય તહેવાર જ હોળી છે ત્યારે સાસ્કૃતિક સંગમની સાથે આનંદ ઉલ્લાસનો ત્રિવેણી સંગમ થશે.