પીપલોદ ગામે બારીયા રોડ, જાહેરમાં જુગાર રમતા દે.બારીયા પોલિસે ત્રણ ની ધરપકડ કરી.
પથીક સુતરીયા
દાહોદ તા.૦૩દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બારીયા રોડ, તળાવની પાળ પાસે જાહેરમાં પત્તા-પાના વડે રૂપિયાથી રમાતા હારજીતના જુગાર પર દે.બારીયા પોલિસે સાંજના સુમારે ઓચિંતો છાપો મારી પીપલોદના ત્રણ જુગારીયાઓને ૧૫,૫૦૦ની રોકડ તથા પત્તાની કેટ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે પીપલોદ ગામે બારીયા રોડ કબ્રસ્તાનની સામે રહેતો ૨૯ વર્ષીય રસીદ ફારૂક ઘાંચી, પીપલોદ ગામે બારીયા રોડ ટેલીફોન એક્સચેંજ સામે રહેતો ૪૦ વર્ષીય ઈકબાલભાઈ ગનીભાઈ મન્સુરી તથા પીપલોદ ગામે બારીયા રોડ ટેકરા ઉપર રહેતા ૨૫ વર્ષીય મોસીનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી પીપલોદ ગામે બારીઆ રોડ પર તળાવની પાળ પાસે પત્તા-પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી દેવગઢ બારીઆ પોલિસને મળી હતી જે બાતમીના આધારે દેવગઢ બારીયાના હેડકોન્ટેબલ દશરથસિંહ ભુપતસિંહ તથા સ્ટાફના પોલિસ કર્મીઓની ટીમે બાતમીવાળી જગ્યાએ ઓચિંતો છાપો મારી ઉપરોક્ત ત્રણે જુગારીઆઓને પકડી પાડી દાવ પરથી રૂપિયા ૫,૧૫૦ની રોકડ તથા પકડાયેલાઓની અંગ ઝડતીમાંથી રૂપિયા ૧૦,૩૫૦ની રોકડ તથા પત્તાની કેટ મળી રૂપિયા ૧૫,૫૦૦નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત ત્રણ જુગારીયાઓ વિરૂધ્ધ પીપલોદ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.