વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તા.૭ મી ને મંગળવારે ફાગણી પૂનમે રંગોત્સવ ઉજવાશે.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે તા.૭મી ને મંગળવારના રોજ વડતાલ મંદિરના પટાંગણમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજજ તથા સંતો હરિભક્તો સાથે ભવ્યાતિભવ્ય રંગોત્સવ ઉજવશે. ભગવાન શ્રીહરિ જ્ઞાનબાગમાં નંદસંતો તથા લાખો હરિભક્તો સાથે ફુલદોલોત્સવ રંગોત્સવની ઉજવણી કરી હતી. વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંત સ્વામીએ જણાવ્યું હતું કે તા.૭મી ને મંગળવારના રોજ વડતાલધામમાં ફાગણી પુનમે નિજમંદિરમાં દેવોને ખજૂર, ધાણી, ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ભરાશે. જેના દર્શન સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ભક્તોને થશે. સુરત રામપુરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પી.પી.સ્વામી વડતાલના ઐતિહાસિક સભામંડપમાં રંગોત્સવ કથાનું રસપાન કરાવશે. જેનો સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ સુધીનો રાખવામાં આવેલ છે. આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહી હરિભક્તોને ફાગણી પુનમે રંગભીના આર્શીવાદ પાઠવશે. આ. રંગોત્સવમાં ૫.પૂ.આચાર્ય મહારાજશ્રીના આર્શીવાદ સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળવતી ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી અને શ્યામવલ્લભ સ્વામી ધ્વારા મંદિરના પટાંગણમાં રંગોત્સવનું ભવ્યાતિભવ્ય અનેક સ્થળે રંગોત્સવ મનાવ્યો હતો. પણ વડતાલનો ફુલદોલ ઉત્સવ સંપ્રદાયના શિરમોર સ્મૃતિરૂપ બની ગયો છે. વડતાલ સહિત સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં તે ધામધૂમથી ઉજવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: