ઝાલોદ નગરમાં શ્યામ ફાગ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી : શ્યામ મંદિરે શ્યામ ભક્તો દ્વારા નિશાન ચઢાવવામાં આવ્યા
પંકજ પંડિત ઝાલોદ
શ્યામ ફાગ ઉત્સવ નિમિત્તે યોજાયેલ ભજન સંધ્યામાં ફૂલો અને ગુલાલ થી હોળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો
ઝાલોદ નગર વણકતળાઈ હનુમાનજી મંદિરે તારીખ 03-03-2023 શુક્રવારના રોજ ભવ્ય ભજન સંધ્યાનું આયોજન રાત્રે 8 વાગે કરવામાં આવ્યું હતું. આ ભજન સંધ્યામાં મોટાં પ્રમાણમાં શ્યામ ભક્તો ઉમટી પડેલ જોવા મળેલ હતા. શ્યામ બાબાની અમાવાસ્યાના ફાગ ઉત્સવ નિમિતે આખું મંદીર રોશની થી સજાવી દેવામાં આવ્યું હતું .તેમજ આજ રોજ બાબા શ્યામનો શણગાર મનમોહક લાગતો હતો. બાબા શ્યામના મંદિરે 56 ભોગ તેમજ શ્યામ ભક્તો દ્વારા જાત જાતની મીઠાઈ ,ફરસાણ તેમજ ફ્રૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બાબા શ્યામની અખંડ જ્યોત દર્શનની સાથે ભવ્ય ભજન સંધ્યાનું સુંદર આયોજન શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. શ્યામ પરિવાર દ્વારા યોજાયેલ ભજન સંધ્યામાં બહાર થી આવેલ બે ભજન પ્રવાહકો દ્વારા બાબા શ્યામના ભજનનું અમૃતપાન કરાવતા હતા. બાબા શ્યામના ભજનની સાથે રંગ ગુલાલ અને ફૂલોની છોળો તેમજ રાસ ગરબાની રમઝટ સાથે શ્યામ ભક્તો ઝૂમી ઉઠયા હતા. સહુ કોઈ શ્યામ ભક્ત બાબા શ્યામની ભક્તિમાં તરબોળ થયેલ જોવા મળતા હતા. ભક્તો બાબા શ્યામની ભક્તિમાં તલ્લીન જોવા મળતા હતા. રાત્રે 1 વાગે બાબા શ્યામનો ભોગ અને આરતી અને પ્રસાદ વિતરણનો પ્રોગ્રામ યોજાયો હતો. રાત્રે 2 વાગે શ્યામ ભજન સંધ્યાનો પ્રોગ્રામ પુરો થયેલ હતો. તારીખ 04-03-2023 નાંરોજ સવારના 10 વાગ્યે બાબા શ્યામની નિશાન યાત્રા પંચશીલ સોસાયટી ખાતે શ્યામ મંદીર સુધી ભજનની રમઝટ તેમજ રાસ ગરબા તેમજ ફૂલોની છોળો ઉછાળતા યોજાઈ હતી. બાબા શ્યામના જયજય કાર સાથે નિશાનયાત્રા મંદિરે પહોંચી હતી ત્યાં સહુ ભક્તોએ નિશાનની આરતી કરી નિશાન બાબા શ્યામના મંદિરે ચઢાવ્યું હતું.