ફતેપુરા તાલુકાના મારગાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબીના ૧૨ દર્દીને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મારગાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટીબીના ૧૨ દર્દીને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ
પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. ત્યારે ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારગાળા ખાતે ગત રોજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ સુરેશ અમલિયાર મેડિકલ ઓફિસર ડૉ વિનોદ ડિંડોર તાલુકા ટીબી સુપરવાઈઝરન આરોગ્ય સુપરવાઈઝર એમ.પી.એચ.ડબલ્યુ , સી.એચ.ઓ, ફિમેલ હેલ્થ વર્કર દવારા નિક્ષય મિત્ર બનીને કુલ ૧૨ ટીબીના દર્દીઓને દત્તક લઇને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી. તથા તેઓએ કોમ્યુનિટી માથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું હતું..